|| શ્રી ગોપાલો જયતે ||
વૃજતે સંગ પ્રજદેશ, બટ બહે વિઠલરાય,
બડ સેવક બ્રજેશ, પ્રભુ ઈન લાર પઠાય,
બોજ બધો તન તેહ, છટ છકડા બીચ વાય,
આગે આવત એહ, નિકટ દીયો નીકસાય,
કાનજી કાયસ્થ ચિત ચહે, દરસ દૂર દયાળ,
અષ્ટ મજલ પલ આધિ, ગેલ મીલે ગોપાલ…૧૮
શ્રી વીઠલનાથજીનો સેવક સંગ વૃજમાંથી પ્રજમાં જતો હતો. તેને કાનજીભાઇ મળ્યા અને પોતાનો બોજો તેમાં નાખ્યો. થોડે જતાં છકડામાં ભાર વિશેષ થયો તેથી કાનજીભાઈનો સામાન કાઢી નાખ્યો. તેથી કાનજીભાઇના મનમાં બહુજ દુ:ખ લાગ્યું. અરે ! મારા પ્રભુજીના સેવક નહીં. એમ શોચ કરે છે એટલામાં આકાશમાં જુએ તો શ્રી ગોપાલલાલ રથમાં બેસી પધાર્યા અને કાનજીભાઈની બધી સગવડ કરી આપી.
કાનજીભાઈ કચ્છ માંડવી ગામમાં રહેતા, જ્ઞાતે કાયસ્થ વૈષ્ણવ હતા અને શ્રી ગોપાલલાલના સેવક હતા. શ્રી ગોપાલલાલે તેમના પર પૂર્ણ કૃપા કરી પોતાના હસ્તાક્ષર પધરાવી આપ્યા હતા. કાનજીભાઇ સાક્ષાત સ્વરૂપ માની તેમની સેવા કરતા હતા તેથી શ્રી ઠાકુરજી તેમને સાનુભાવ જણાવતા.
શ્રી ગોકુલ ગોપાલલાલના દર્શન કરવા ગયા ત્યાં શ્રીનાથજીના દરશન કરવા જવાની ઈચ્છા થઈ તેથી શ્રી ગોપાલલાલને વિનંતી કરી ત્યારે આપે આજ્ઞા કરી જે લાલજીની આજ્ઞા લઈને જાવ. ત્યારે કાનજીભાઈ શ્રી ગોપેંદ્રજી પાસે રજા લેવા ગયા ત્યારે શ્રી ગોપેંદ્રજીએ શ્રીમુખે આજ્ઞા કરી જે બાર ગાઉ જાશો અને બાર ગાઉ આવશો તે કરતાં શ્રી અનાજી છે તે જ શ્રીનાથજીના સાક્ષાત સ્થુલ દેહ ધરી પ્રગટ થયા છે. એમ કહી શ્રી ગોપાલ બાગમાં તેડી ગયા. મધુસુદનની દુકાનેથી મિઠાઈ મંગાવી અન્નકુટ પૂર્યો અને કાનજીભાઈને સાક્ષાત: શ્રીનાથજી આરોગે છે એવા દર્શન થયા. પછી ગોપેંદ્રજીએ અન્નકુટ લુટાવ્યો. થોડો પ્રાસાદ રહ્યો ત્યારે કાનજીભાઇ આડા થઈને સુતા ત્યારે શ્રી ગોપેન્દ્રજીએ આજ્ઞા કરી જે વૈશ્નવો કાનજીભાઈને પ્રસાદ દેશમાં લઇ જાવા દીયો. પછી જળપાન કરી સર્વે ગામમાં આવ્યા ત્યાં પણ શ્રી ગોપાલલાલજીના સ્વરૂપમાંથી શ્રીનાથજીના સ્વરૂપના દરશન થયા કાનજીભાઇએ શ્રી ગોપાલલાલના ઘણા જ પદ ગાયા છે વળી અષ્ટસખા હતા અને પૂર્ણ કૃપાપાત્ર હતા પછી કાનજીભાઇએ દેશમાં જવાનો વિચાર કર્યો અને શ્રી ગોપાલલાલજી પાસે વિનંતી કરી. ત્યારે શ્રી વીઠલનાથજીના સેવક ગુજરાતમાં આવતા હતા તેમની સાથે કાનજીભાઈને મોકલ્યા અને તેને ભલામણ કરી જે આને સંભાળીને લઈ જજો. થોડેક જતા છકડામાં ભાર વધવાથી છકડાવાળાએ કાનજીભાઈનો થેલો કાઢી નાખ્યો તેથી કાનજીભાઇએ થેલો ઉપાડવો
પડયો અને મનમાં દુ:ખ લાગ્યું કે મારા પ્રભુજી તથા તેમના સેવક વીના ચાલ્યો તે જ ભુલ કરી અને જો તે હોય તો આમ અધવચમાં મારો ભાર કાઢી નાખે નહીં એમ વિચાર કરે છે ત્યાં અચાનક આકાશમાંથી વેલ આવી તેમાંથી શ્રી ગોપાલલાલ ઉતર્યા,
કાનજીભાઈને ત્યાં પણ શ્રી ગોપાલલાલમાંથી શ્રીનાથજીના દર્શન થયાં, એમ ત્રણ વખત શ્રીનાથજીના અને ત્રણ વખત શ્રી ગોપાલલાલના દર્શન આપ્યાં અને મૂળ સ્વરૂપ શ્રી ગોપાલલાલજીનું ઠેરાઇ રહ્યું અને આંબા ભંડારીને કાનજીદાસનો થેલો સોંપ્યો અને કાનદાસને કહ્યું એ તને તારા ગામમાં સોંપશે. તું ચીંતા કરીશમાં. હું તારી સાથે જ છું- આંબા ભંડારીએ થેલો ઉપાડી લીધો. ભુજનગર પહોંચ્યા ત્યાં થેલો કાનદાસને પાછો સોંપ્યો. પ્રભુ કૃપા માની સર્વે સંબંધીને મળ્યા-માટે
ધરમન સાચો પ્યાર, શ્રીજી પર ધર મન સાચો પ્યાર,
અનુપમ દરશન આપી જગતમાં કરશે બેડો પાર…ધર
સખા થઇને સંગ વસે તે ભાગ્યવંત અપાર,
રૂણી થકી રણધીર મુકાવે, સેવકના આધાર…ધર
કાનદાસ એવા કૃપાપાત્ર અને ભાગ્યવંત હતા તેમની વારતાનો પાર આવે એમ નથી. તેની જીંદગીનો ઝાઝો સમય તેણે ગોકુલમાં શ્રી ગોપાલલાલ પાસે જ વ્યતીત કર્યો હતો. વળી શ્રી ઠાકુરજીના વહીવટનું કામ પોતે જ કરતા. કાનદાસની વિશેષ માહીતિ માટે કાનદાસના વારતા પ્રસંગ પચીશ છપાયાં છે તેમજ શ્રી ગોપાલલાલનાં કેટલાક વચનામૃતનો પણ એમાં સમાવેશ થાય છે, એ મુજબ વાંચનની સગવડતા માટે કાનદાસના વારતા પ્રસંગ પચીશ કેટલાક બંધુઓને વચનામૃત વૃજ ભાષામાં હોવાથી વાંચવાની અગવડતા થાય છે તે માટે તે જ વચનામૃત ગુજરાતીમાં વારતા રૂપે છપાયાં છે તે વિચાર કરી મનન કરવા અભ્યર્થના.
( શ્રી ગુણમાલ ભક્તમાલ માંથી)
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply