|| શ્રી ગોપાલો જયતે ||
ભુએ ભક્તિ શુભ ભ્રત, પન પીય સો તન પાર્યો,
ધ્યાન સદા જસ ધત, ગોપેંદ્રજ જ્ય લલકાર્યો;
નો પદકો નત્ય નેમ પ્રાચ પ્રસન ગુન ગાયો,
પયો પ્રભુ પત્ય પ્રેમ, લલીત મહામન લ્યાયો;
સકલ સમરપન આપ કર, નિરમલ ગ્રહે નિજ નાઉ,
મોદીત મુજ મહારાજ ઘર, સેના મધે ગજરાઉ..૧૩૫
હાથીભાઈ પુરબીયા બ્રાહ્મણ વૈશ્નવ હતા અને પોરબંદર ગામે નિવાસી હતા. મહારાજશ્રીના અનીન-અટંકા સેવક હતા. તેણે મહારાજશ્રીને પોતાને ઘરે પધરાવી સર્વ સમરપણ કરી દીધું અને મહારાજશ્રી સાથેજ પોતે ફરતા. મહારાજશ્રીની નેકી પોકારતા અને શ્રી ગોપેંદ્રજીની જ્ય લલકારતા. વળી હાથીભાઈને ભગવદી સ્વરૂપનો ભર ઘણો હતો. તેમજ તેમને એવી ટેક હતી કે પથારીમાંથી ઉઠયા પહેલાં નવ પદ બોલવાં અને ત્યાર પછી પથારીમાંથી ઉઠવું, એવી એમની ટેક તેની દેહ રહી ત્યાં સુધી શ્રી ઠાકુરજીએ પાળી. મહારાજશ્રીના જુથમાં મહા રસ રૂપ અને પુષ્ટ હાથીભાઈ હતા. જેમ ગજરાજની સેનામાં ગજરાજ હોય અને ગર્જના કરે તેમ મહારાજશ્રીના જુથમાં હાથીભાઈ ક્ષણે ક્ષણે શ્રી ગોપેંદ્રજીની જય ગર્જના કરતા. એવા પૂર્ણ.કૃપાપાત્ર પરમ ભગવદી હતા, તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||