|| સોમલબાઇ ||

0
113

|| શ્રી ગોપાલો જયતે ||

સપન પૈ શુભ માલ, પ્રગટ સકારે પેખી,
અચરજ ભઈ તેવી તાલ, દિવ્ય દરશન મન દેખી;
સદન જનકે ચલ ગઈ, તન તાલાબેલી લાગી,
લીલા કૌયે જુ રેન ભરી, પ્રેમ મહારસ પ્રાગી;
અપુને ઘર ઓચ્છવ સાજ, અચાનક જન બોહોઆયે,
સંગ રથ શ્રી મહારાજ, સોમલ પીયું પધરાયે…૧૩૩

સોમલબાઈ જ્ઞાતે કાઠી વૈશ્નવ અને ખોડી ગામે નિવાસી હતા. રાત્રે તેમને સ્વપ્નામાં મહારાજશ્રીના દરશન થયાં અને મહારાજશ્રીએ પોતે પોતાના કરકમલે શ્રી અંગની માળા સોમલબાઈને બાંધી. એવા મનોહર સ્વરૂપનાં દરશન તથા શ્રી અંગની માળાના પ્રતાપે સોમલબાઇની દેહ દૈવી બની ગઈ. એવી રીતે આખી રાત્રી મહારાશ્રીના અટલ લીલાના દરશનમાં વ્યતીત કરી. ત્યાર પછી મહારાશ્રીને ખોડી ગામે પોતાને ઘેર પધરાવ્યા અને મહારાશ્રીનું નામ નીવેદન લીધું તેમજ સોમલબાઇએ મહારાશ્રીને આભુષણ તથા જરકસી વિગેરે ઘણોજ કીંમતી સાજ ભેટ કર્યો. આપશ્રી કૃપા કરી તેમને ત્યાં બીરાજ્યા. સોમલબાઇને ત્યાં ગોપેંદ્રજીનું સેવન હતું, તે તેમને સાનુભાવ દર્શાવવા લાગ્યા ત્યાં ઘણા જ વૈષ્ણવો દરશન કરવા આવવા લાગ્યા. એ સોમલબાઇને શ્રી ઠાકુરજીમાં એવો અટલ સ્નેહ બંધાયો. જેથી તેમણે લોકીક ઘણુંજ ઓછું કરી નાખ્યું.

કઠીયાની કુલબંત, ખરી ગાઉ ખોરીયાર,
સેવન શ્રી ગોપેંદ્ર, ઘર ભીતર ભરભાર;
દુષ્ટી દેવર પાસ રહ્યો, ચહત અવગ્યા ચાર્યો,
રજની શાલીગ્રાઉ ગ્રહ્યો, પકરી પલંગ તે ઝાર્યો;
પહો કુટયે ઉઠ આય રહ્યો એહે મંદીરકી આશ,
સુનો સલોની સોમદે, કહ્યો ભયો અબ દાસ…૧૩૪

એ મુજબ એ કુલવંત કાઠીરાણી ખોડીયાર ગામમાં શ્રી ગોપેંદ્રજીનું સેવન કરે છે, તેમને એક દેર હતો, તે તેની બહુજ નીંદા કરતો. તેમજ વૈષ્ણવોનો બહુજ દ્રોહ કરતો હતો. તે એક દિવસ સુતો હતો ત્યાં મધ્યરાત્રીએ સ્વપ્ન આવ્યું, તે પોતે શાલીગ્રામનો ઉપાસક હતો, તે જ શાલીગ્રામે પગ પકડી તેને ઢોલીએથી હેઠો નાખી દીધો, અને કહ્યું કે તું સોમલબાઈ તથા વૈષ્ણવોની બહુજ નીંદા કરે છે માટે તેને મારી નાંખ્યું. એ જોઈ સોમલબાઈનો દેર બહુજ ડરવા લાગ્યો અને વીનતી કરી, જે હવે હું કોઈ દિવસ તેની નિંદા કરીશ નહીં, પણ આજે મુને જીવતો રાખો, ત્યારે શાલીગ્રામ તેની વીનતી સાંભળી દયા લાવ્યા અને કહ્યું કે તું તેને શરણે જા. નીસ્તારના કરવાવાળા એ પ્રભુ સાચા છે. એટલું કહી અંતરધ્યાન થયા. કાઠી પોતે જાગ્યો અને જુએ છે તો પોતે પલંગ ઉપરથી હેઠો પડયો છે. તેથી તેને ભય ઘણો લાગ્યો અને સવારે વહેલી પરોઢીયામાં સોમલદેબાઈ પાસે ગયો અને તેના પગમાં પડયો અને વીનતી કરી જે મને વૈશ્નવ કરો, હું તમારો દાસ છું. મારી ઉપર કૃપા કરો. તેથી સોમલબાઈને દયા આવી અને મહારાજશ્રીને વિનતિ લખી ત્યાં પધરાવ્યા અને નામ નિવેદન અપાવ્યું, તેના સંગમાં બીજા પણ ઘણા વૈષ્ણવ થયા એ સોમલબાઈ એવા પુર્ણ કૃપાપાત્ર પરમ ભગવદી હતા. તેની કૃપાનો પાર નથી.

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here