|| શ્રી ગોપાલો જયતે ||
યેહી નિજજન આશ, રામ રમત રસ રંગે,
પ્રસન પ્રભુ જસ પાસ, અહોનીશ અંગ ઉમંગે,
મહા મંડપ મધ્ય મન, ધ્યાન ધસે ઈત આવે,
ટેહેલ્ય ભલી કર તન, ભોગ પીયા શુભ ભાવે,
શર્ણ શ્રી મહારાજ કે, ચૌદશી તથ્ય ઉપાસી,
ગોરધન ગોવીંદ પુંજ, ભક્તિ ભલી ઉર ભાસી…૧૩૨
જ્ઞાતે ઔદીચ્ય બ્રાહ્મણ વૈષ્ણવ હતા અને કોળીયાક ગામે નિવાસી હતા. તે પૂર્ણ કૃપાપાત્ર ભગવદી હતા અને અનીન ઉપાસક હતા. જયાં ખેલ તથા મંડપ હોય ત્યાં તેઓ ગયા સિવાય રહે જ નહીં અને ત્યાં જઈને પોતાના શરીરથી બનતી સેવા કર્યા સિવાય ચાલે જ નહીં એવી તેને દ્રઢ ભાવના હતી. તેમના કુટુંબ ઉપર ત્રણે સ્વરૂપની પૂર્ણ કૃપા હતી. તેમને ત્યાં હજી ત્રણે સ્વરૂપના પાદુકાજી બીરાજે છે અને સાક્ષાત દરશન આપે છે. વળી તેમને ભગવદી સ્વરૂપનો ભર ઘણો જ હતો. શ્રી જમુનેશ મહાપ્રભુજીએ હડમતીયા ગામમાં મંડપમાં તેમને રાસનાં દરશન કરાવ્યાં હતાં. તેમજ મહારાજશ્રીના અંગમાંથી શ્રી ગોપેંદ્રજીના સ્વરૂપનાં દરશન થયાં હતાં. ત્યારથી તેઓ ત્રણે સ્વરૂપ એક જ સ્વરૂપ માનતા હતા. તેઓ એક ક્ષણ પણ મહારાજશ્રીનું ધ્યાન ચૂકતા નહીં શ્રી ગોપેંદ્રજીએ તેમની ઉપર ઘણીજ કૃપા કરેલી હતી. તે કુટુંબ શ્રી ગોપાલલાલને શરણે આવેલું તે પહેલાં તેઓ પંડ્યા કહેવાતા. શ્રી ગોપાલલાલે તેમના ઉપર પૂર્ણ કૃપા કરી, તેમને કુંડળ ઉપનામ આપ્યું હતું અને જ્યાં મંડપ ખેલ હોય ત્યાં તેમને જ રસોઇ સેવાનો અધીકાર, તેમજ હાલો ગ્રહણ કરવા આજ્ઞા કરેલી હતી. તેમનું કુટુંબ ઘણું જ બહોળું હતું પણ હાલ ઘણીજ ઓછી સંખ્યામાં દરશન થાય છે. તેઓ હજી તેમના વડવાની પ્રણાલિકા મુજબ જ વરતે છે, પણ સમયને અનુસરી આજીવીકા માટે છુટાં છવાયાં રહે છે. છતાં તેમની મનોભાવના હજી પણ જેવીને તેવીજ ટકી રહી છે, તેમને સત્સંગની ખાસ જરૂર છે. એ આખું કુટુંબ એવું પૂર્ણ કૃપાપાત્ર છે. તેઓ મહારાજશ્રીના અનીન-અટંકા હતા. અહોનિશ ચૌદશની તિથિનો ઉત્સવ મનાવતા. તેથીજ ચૌદશી તથ્ય ઉપાસી કહેવાયા. એ ગોરધન કુંડળ-ગોવીંદ કુંડળ તથા પુંજા કુંડળ એવા પરમ ભગવદી પુર્ણ કૃપાપાત્ર હતા તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||