|| શ્રી ગોપાલો જયતે ||
બાપ બીરધ બેટા ચલ્યા, ઓર મહારાજકી આશ,
સપ્ત તનયા તેહ મલ્યા, ગાવત ગુન તબ પાસ;
કીરતન સાજ સમાજ કર, લે નીકસે સમસાન;
મેહેતારી મુખ ધોળ કર, જસમાઇ ગુન જાન;
દેખત સબ દીવ્ય રાજ, ચતુરદાશી ચિત ચાયે,
જપ્ત જીવન પરંપરા, પ્રગટ નિશ્ચ પદ પાયે…૧૩૧
દેવરાજભાઈ છીપા વૈષ્ણવ હતા અને સુત્રેજ ગામે નીવાસી હતા. તે શ્રી જમુનેશ પ્રભુના અનીન ઉપાસી હતા. તેમના પિતાશ્રી દેવસીભાઇ હતા અને જસુબાઇ નામે માતા હતાં, વળી દેવરાજભાઈને સાત બહેનો હતી. તે સાત બહેનો વચ્ચે એક દેવરાજભાઈ જ ભાઈ હતા. હવે પ્રભુ ઇચ્છાથી દેવરાજભાઇનું ચાલવું થયું. ત્યારે તેમને સમાજ કરી સ્મશાન લઈ ગયા. તેમના માતુશ્રી જસુબાઇ ધોળ ગવરાવતા હતા અને તેમના સાતે બહેનો ગાતા હતા, દેવશીભાઈ મહા આનંદથી મૃદંગ બજાવતા હતા. દેવશીભાઈ બાલગોપાલ સમાજમાં બેસતા હતા. તેમની ઘરની જ મંડળી હતી.
દેવરાજભાઈ ચૌદસને દીવસે ચાલ્યા હતા તેથી તે જ દીવસે ઓચ્છવ મનાવ્યો. અને ઘરના સરવેએ પોતાનું તથા દેવરાજભાઈનું અહોભાગ્ય માન્યું કારણ કે ચતુરાદશીને દીવસે ચાલ્યા, તેને તો સાક્ષાત ગોપેંદ્રજીના ચરણારવીંદની જ પ્રાપ્તિ થઈ, તેમાં શોચ કદી કરવો નહીં, એવી દ્રઢ ભક્તી તેનામાં હતી. એ દેવરાજભાઈ તથા દેવશીભાઇ તથા તેમના સાતે બહેનો તથા તેમના માતુશ્રી એવા પરમ કૃપાપાત્ર ભગવદી હતા કે જેમણે એકના એક પુત્રના અવસાન સમયે પણ શોચ કર્યો નહી અને મહા આનંદ મનાવ્યો. એ એવા પરમ ભગવદી કૃપાપાત્ર હતા. તેમની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||