|| શ્રી ગોપાલો જયતે ||
બગરૂ બ્રદાયક દાસ, દાસ રઘા રત વંત,
પધરાયે જમુનેશ પદ, ધ્વજબંધી ધર ધીમંત,
તત્પર વહે સબ ટેહેલ્પ કર, બેલ નીકસ ગયે રાન,
દુષ્ટી રેબંત આય ફીર, લીને સબ ઉર આન,
નિજ ઈચ્છા તે અશ્વ ચઢયો, તગેરે તીનકું તુર્ત
બેલ છોરાયે વ્યાસકે, સુનોજુ વાકી સુર્ત…૧૩૯
રઘાભાઈ જ્ઞાતે ઔદિચ હતા, તે બગડુ ગામે નિવાસી હતા, તેમને મનોરથની ઈચ્છા થઈ, તેથી પત્રીકા લખી મંડપ કર્યો. અને મહારાજશ્રીને તથા ભગવદી જુથને પધરાવ્યું. જુથ અસંખ્ય હતું. ઘણાં જ આનંદથી સામૈયા કરી મંડપમાં પધરાવ્યાં અને આરતી કરી. ભેટ ઘણી થઈ. રઘાભાઈ બળદ રાખતા કારણ કે તેમને જમીન હતી અને પોતે ખેડ કરતા બળદ ચરવા ગયા હતા અને રઘાભાઈતો મહા આનંદમાં મહારાજશ્રી તથા જુથની સેવા ટહેલમાં પોતાની દેહ દશા ભુલી ગયા. તેથી બળદ પાછળ કોઈ નહોતું. એ સમયનો લાભ લઈ ગામના કેટલાંક દુષ્ટ લોકો ઘોડે ચડી બળદને આધા રાનમાં હાંકી ગયા, પણ મહારાજશ્રી તો આ સર્વે હકીકત જાણતા હતા, તેથી નિજ ઈચ્છાએ તુર્ત અશ્વ તૈયાર કરી આપ પોતે અશ્વ ઉપર આરૂઢ થઈ લોકો પાછળ ગયા, અને બળદને છોડાવી લાવ્યા અને વ્યાસને ઘર આવ્યા.
ચોર લોકો બગડુના જ ગરાસીયા હતા તેમને મહારાજશ્રીના દરશન થતાં જ દેવી બુદ્ધી થઈ ગઈ અને મહારાજશ્રીના પગમાં પડયા અને વીનતી કરવા લાગ્યા જે અમોને વૈશ્નવ કરો. તેની વીનતી સાંભળી રઘાભાઈને દયા આવી અને મહારાજશ્રી પાસે વીનતી કરી જે આને નામ નિવેદન આપો. તેથી મહારાજશ્રીએ મંડપ નીચે તેમને નામ-નિવેદન આપ્યું. ચોર લોકો ભલા ભગવદી થયા. વ્યાસની ભક્તિ જોઈ આપે પોતે જાતે જ પરિશ્રમ લઈ બેલને હાંકી ઘેર લાવ્યા. એવી કૃપા કરી. રઘાભાઈએ મહારાજશ્રીના ઘણાં પદ બનાવ્યા છે. તે એવા કૃપાપાત્ર હતા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||