|| દામોદરદાસ તથા વલભદાસ ||

0
159

|| શ્રી ગોપાલો જયતે ||

સહેજ પીયુ પદ સાય, હજ્ય ધરી અતિ હીયસો,
શુભ સનમુખ ગુન ગાય, જન બલબતા જીયસો;
મન મધ્ય વહે મહારાજ, કરુણા નિધિ સુખાકારી,
સોહત સદન સમાજ, ભાવ ભરી ભ્રય ભારી;
પ્રત્ય તન મન પ્રેમ પ્રકાશ, પ્રસન્ન પ્રભુ મન પ્યારી,
સંબંધ દામોદરદાસ, સહેજી ભુવન સુખારી…૧૨૯

દમોદરદાસ જ્ઞાતે વાણીયા વૈશ્નવ હતા. કડી ગામે નિવાસી હતા. તેમણે મહારાજશ્રીને પોતાને ઘરે પધરાવી સર્વ સમરપણ કર્યું હતું. અને સદા મહારાજશ્રી ભેળાં રહેતાં. તેમનાં સંગી વલ્લભદાસ હતા. દામોદરદાસને વલ્લભદાસ તથા કકીબાઈના સ્વરૂપમાંથી મહારાજશ્રીના દરશન થતાં હતા. તેથી તેની ટહેલ સેવા કરતા.

એક દીવસ ઘમોદરદાસે કીરતન બેસાર્યા હતા, સમાજમાં કીબાઈ ગવરાવતા હતા, અને તેને સંપુર્ણ આવેશ આવ્યો એ વખતે કકીબાઈ તથા વલભદાસના અંગમાંથી સાક્ષાત સ્વરૂપના દરશન થયાં, આવો પ્રગટભાવ દામોદરદાસ તથા તેમના વહુને ફળીભૂત થયો. પછી મહારાજશ્રીને વીનતી કરી અને તેઓ પણ મહારાજશ્રી ભેળાં રહ્યાં, અષ્ટ પહોર મહારાજશ્રીના સ્વરૂપનું બરનન કરતા, તેવા પરમ કૃપાપાત્ર ભગવદી હતા. તેમની કૃપાનો પાર નથી.

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here