|| શ્રી ગોપાલો જયતે ||
સરસ સીયાની સોય, ભલીય સુભ્રત જન ભાયે,
પાઈ ગુનકી પહોંચ્ય સબ પંડીત સિર નાયે;
પઢત બિબધ જશ પાઠ, શુભ જનકું સમજાયે,
સનમુખ શ્રી મહારાજ, ભાવ ભુવન પધરાયે;
તનયા જાની રાયકી, કકીય સુકારન રૂપ
સંબંધી બલભ જન સંગ, ભાવત મન વૃજ ભુપ…૧૨૮
કકીબાઈ તથા વલ્લભદાસ બંને સંગી વૈશ્નવ હતા. કકીબાઈ રાઘવજી જાનીના દીકરી હતા, તેઓ અનીન ભગવદી હતા, અને સમર્થ વિદ્વાન હતા અને વિદ્વાન મંડલીમાં પોતે શાસ્ત્રાર્થ કરતા, અને મહારાજશ્રીના સ્વરૂપની જીવોને નિષ્ઠા કરાવતા. સર્વે પંડીતો કકીબાઈના ચરણમાં શીર ઝુકાવતા કકીબાઈ મહારાજશ્રીના સનમુખ પણ ભગવદ ગુશ્ઠ કરતા. મહારાજશ્રી તથા ભગવદીના સ્વરૂપની સરવે વૈશ્નવોને સ્વરૂપ નિષ્ઠા કરાવતા. તેમણે મહારાજશ્રીને પોતાને ઘરે પધરાવી પોતાની અતુલ સંપત્તિ હતી તે ભેટ ધરી દીધી અને મહારાજશ્રી ભેળાં રહ્યાં. પોતે કકીબાઈ અષ્ટ પહોર ગ્રંથનું અવલોકન કરતા, અને વૈષ્ણવોને કરાવતા. મહારાજે શ્રીમુખે આજ્ઞા કરી હતી જે કકી છે તે કારણ સ્વરૂપ છે. એવા કકીબાઈ તથા વલ્લભદાસ પૂર્ણ કૃપાપાત્ર હતા તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||