|| શ્રી ગોપાલો જયતે ||
નવરાત્રિ પુષ્ટિમાર્ગમાં નવવિલાસથી ઓળખાય છે. મર્યાદામાર્ગમાં શક્તિની આરાધના થાય છે જ્યારે પુષ્ટિજીવોને સાક્ષાત રાસની પ્રાપ્તિ સિવાય અન્ય ઇચ્છા નથી માટે આ પદમાં તે ભાવનુંજ નિરૂપણ કરેલ છે. આ ગરબો જે શબ્દ દ્વારા વ્યક્ત થયો છે તે પહેલા કોઇ પદ હતા નહિ માટે હરબાઇબાની ઇચ્છાથી હરિદાસ ગઢવી એ ગરબો ગાયો છે.
ગરબો કેણે ને કહેવરાવ્યો || શ્રીગોપાલજીના લાલજી ||
ગરબો હરબાઇએ ગવરાવ્યો || શ્રીગોપાલજીના લાલજી ||
તે તો સહુ કોઇને મન ભાવ્યો || શ્રીગોપાલજીના લાલજી ||
ગરબો રુક્માવંતી વહુજીએ વધાવ્યો || શ્રીગોપાલજીના લાલજી ||
ગરબો વ્રજકુંવર વહુ શિર સોહે || શ્રીગોપાલજીના લાલજી ||
દેખી માનનીયા મન મોહે || શ્રીગોપાલજીના લાલજી ||
ગરબે રમે શ્રીરુકમણિ રાણી || શ્રીગોપાલજીના લાલજી ||
તેમાં જામ્બુવંતી વહુ સપરાણી || શ્રીગોપાલજીના લાલજી ||
બીજી અનેક નારી દીસે || શ્રીગોપાલજીના લાલજી ||
જોઇ જોઇ વાલાજીનું મન હિંચે || શ્રીગોપાલજીના લાલજી ||
ગરબે કોઇ ગોરીને કોઇ કાળી || શ્રીગોપાલજીના લાલજી ||
ગરબે એક ચંચળને એક ભોળી || શ્રીગોપાલજીના લાલજી ||
દીસે માંહી એક એકપે રુપાળી || શ્રીગોપાલજીના લાલજી ||
હાથ જોડી પરસ્પર વાળી || શ્રીગોપાલજીના લાલજી ||
વળતી રાસ મંડલી વાલી || શ્રીગોપાલજીના લાલજી ||
કિરતન હિંચ કતોહલ ભારી || શ્રીગોપાલજીના લાલજી ||
એક કહે વાલાને મધ્ય લાવો || શ્રીગોપાલજીના લાલજી ||
એ તો સહુ કોઇને મન ભાવ્યો || શ્રીગોપાલજીના લાલજી ||
વળતી વાલાજીને જે વાલી || શ્રીગોપાલજીના લાલજી ||
રમવા આવી સરવે સાહેલી || શ્રીગોપાલજીના લાલજી ||
વળતા વાલોજી મધ્ય આવ્યા || શ્રીગોપાલજીના લાલજી ||
ત્યારે સરવે મળીને વધાવ્યા || શ્રીગોપાલજીના લાલજી ||
રમતા ચુડી કંકણ ખલકે || શ્રીગોપાલજીના લાલજી ||
ચાંદલો સૂરજની પેરે ઝળકે || શ્રીગોપાલજીના લાલજી ||
બાંયે બાજુ બંધની શોભા || શ્રીગોપાલજીના લાલજી ||
જોવા દેવ મુનિ સરવે ઉભા || શ્રીગોપાલજીના લાલજી ||
પાહોલે નેપુર અણવટ બાજે || શ્રીગોપાલજીના લાલજી ||
ઉપર વિછીયા રુડા બીરાજે || શ્રીગોપાલજીના લાલજી ||
રમતા વાલાજી સુદ્રષ્ટિ જોડી || શ્રીગોપાલજીના લાલજી ||
વળતા હાથ જોડીને છોડી || શ્રીગોપાલજીના લાલજી ||
રમે અતિ રંગીલી જોડી || શ્રીગોપાલજીના લાલજી ||
ઉપમા જે કહીયે તે થોડી || શ્રીગોપાલજીના લાલજી ||
રમતા એણી પેરે મહારસ પીધો || શ્રીગોપાલજીના લાલજી ||
વાલો મારો રસિયાજને વશ કીધો || શ્રીગોપાલજીના લાલજી ||
રમતા સહુ છે રંગ રાતી || શ્રીગોપાલજીના લાલજી ||
તેણે સરવે થઇ મદમાતી || શ્રીગોપાલજીના લાલજી ||
વાલે મારે મનવાંછિત દીધા || શ્રીગોપાલજીના લાલજી ||
હવે કાજ અમારા સિધ્યા || શ્રીગોપાલજીના લાલજી ||
મનડુ વાલાજી સુ બંધાણું || શ્રીગોપાલજીના લાલજી ||
બીજું હું કાંઇએ નવ જાણું || શ્રીગોપાલજીના લાલજી ||
ગરબો જે કોઇ સાંભળે ને ગાયે || શ્રીગોપાલજીના લાલજી ||
તેને ચરણની પ્રાપત થાયે || શ્રીગોપાલજીના લાલજી ||
શ્રીગોપેન્દ્રજી રસિયાજનનો રાણો || શ્રીગોપાલજીના લાલજી ||
હરિયેદાસ તેણે સપરાણો || શ્રીગોપાલજીના લાલજી ||
(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈશ્નવોને ‘જય ગોપાલ’ ||
જયશ્રીગોપાલ…….. આપ આ વેબ પર જે અમ્રૃતરસ ચિંતામણિ ગ્રંથ ને પ્રાધાન્ય આપી ને જે પ્રસંગ નું નિરુપણ કરો છો જે સરાહનીય છે…. જે થકિ વૈષ્ણવ સમાજ ને આપણા પોથીજી મા રહેલાં દરેક પદ નો ભાવાર્થ તથા ભાવ સમજવા માં અનુકુળતા રહેશે… તથા માર્ગ ની પહેચાન થઈ ને શ્રીઠાકોરજી માં ભાવ ઉપજશે ને દીનતા ભાવ વધશે…… માર્ગ ની સાચી સમજણ થશે……… અછ્છો…. મારા વાલા ના વાલા…… મારા સર્વે ભગવદીજનોને દંડવત સહ જયશ્રીગોપાલ..