|| શ્રી ગોપાલો જયતે ||
એક સમે બ્રજબાસની આઇ, રૂકમની એનું નામ ||
શ્રીઆચાર્યજીની સેવક જાણી, દીન થયા દયાલ ||
દીન થયા દયાલ દયાલા, નવનીત પિયાના દર્શન આપ્યા ||
ઘટિકા ત્રણ મૂર્ચ્છાગત રહી,એક સમે બ્રજબાસની આઇ ||૬||
કાશીના શેઠ પુરૂષોત્તમદાસની પુત્રી રૂકમની એક સમયે વ્રજમાં પધાર્યા ત્યારે શ્રીગોપાલલાલે શ્રીઆચાર્યજીની અનન્ય કૃપાપાત્ર સેવક જાણી, દ્વાપરમાં આપ એક હાથમાં માખણ હોય, મુખ પર માખણ ચોટેલ હોય, ચરણ ધરણી પર ધરેલ હોય તે નવનીતપ્રિયાજી સ્વરૂપનું દર્શન શ્રીગોપાલલાલે કરાવ્યું. ૭૨ મીનીટ આજ સ્વરૂપના ધ્યાનમાં રહયા.
તેવે સમે કમલાજી પધારી, જીહાં છે મૂર્ચ્છાગત ||
તીન બેર જે જે જે કરતી ઉઠી, તબ પૂછે કમલાજી બાત ||
તબ પૂછે કમલાજી બાત તે કેઉ, નિત્ય ઉઠીને બલૈયા લેઉ ||
તબ કહી બાત મન ધારી, તેવે સમે કમલાજી પધારી ||૭||
શ્રીગોપાલલાલે જ્યારે રૂકમણિજીને નવનિતપિયાના સ્વરૂપનું દર્શન આપ્યું, બસ તે જ સમયે ફઈબા કમલાજી પધાર્યા – મૂર્ચ્છાગતમાંથી શુધ્ધિ આવી. જય હો જય હો જય હો તેમ બોલી અને પ્રભુ શ્રી ગોપાલલાલમાંથી જે દર્શન થયું તે વર્ણવ્યું. કમલાજી કહે આ વાત તમારા મનમાં રાખી નિત્ય આ સ્વરૂપનું સ્મરણ કરશો.
ખીમદાસ ક્ષત્રી મહેગ સિંહનંદકો બાસી, કૃપા કીધી દયાલે ||
શ્રીઆચાર્યજીનો સેવક જાણી, દીન થયા દયાલ ||
દીન થયા દયાલ દયાલા, શ્રીનાથજી કેરા દર્શન આપ્યા ||
ગુંસાઈ સઘળા અચરજ થીયા, ચાર માસ ખીમદાસ ક્ષત્રી રીયા ||૮||
શ્રીઆચાર્યજીના સેવક ખીમદાસ ક્ષત્રી જે સિંહનંદના નિવાસી હતા, તે વ્રજમાં આવ્યા હતા. શ્રીગોપાલલાલ શ્રીનાથજીનું જ સ્વરૂપ છે તે મહાવાયક પ્રત્યક્ષ કરવા નિત્ય શ્રીગોપાલલાલને ખેલવતા. આપશ્રીએ દયા કરી શ્રીનાથજીના સ્વરૂપનું દર્શન કરાવ્યું. ચાર માસ ગોકુલમાં રહયા ત્યાં સુધી આ દર્શન નિત્ય થયું.
મથુરાદાસ સેહેંગલ ક્ષત્રી, સો પર્મ પુષ્ટ શરીરા ||
શ્રીઆચાર્યજીનો સેવક સાચો, બેઠા છે ગુંસાઇજી પાસ ||
બેઠા છે ગુંસાઇજી પાસ જીહાં, ખેલતે પ્રભુજી આવીયા તિહાં ||
મથુરાદાસની ગોદમાં બેઠા, બાલ કરે છે હૈયાના હેઠા ||૯||
શ્રીવલ્લભાચાર્યજીના કૃપાપાત્ર સેવક સહેગલ નિવાસી મથુરાદાસ એક સમયે વ્રજમાં આવેલ. ત્યારે શ્રીવિઠ્ઠલનાથજી પોતાની બેઠકમાં બિરાજી રહયા હતા, ત્યારે શ્રીગોપાલલાલ, જે શરીરથી હુષ્ટ પુષ્ટ હતા તે મથુરાદાસની ગોદમાં પધારી છાતી પરથી વાળ દૂર કરી હોઠમાં સ્તનપાન માટે જેમ કરે તેમ મથુરાદાસની ગોદમાં બિરાજી પાન કરવા લાગ્યા.
શ્રીગુસાંઈજી કહે ગોદમેં મેરી, બિરાજો પ્રાણનાથ ||
તબ પ્રભુજીયે યુ કહ્યો, મેં આવુંગો નહિ આજ ||
આવુંગો નહિ આજ તે આઉ, ચંચુ પકડકે મેં અઘાઉ ||
તબ ગુસાંઇજી સઘળે હસે,લાલજી નવનીત પિયા જેસે ||૧૦||
શ્રીગુસાંઈજીની બેઠકમાં શ્રીગોપાલલાલ મથુરાદાસની ગોદમાં બેસી ચુચી પકડી સ્તનપાન કરતા હોય તેમ પાન કરવા લાગ્યા, ત્યારે શ્રી વિઠ્ઠલનાથજી કહે મારી ગોદમાં પધારો, ત્યારે શ્રીનાથજી સ્વરૂપ શ્રીગોપાલલાલે કહયું આજે હું નહિ આવું. ભગવદી હૃદયમાં ભાવરૂપી રસનું પાન કરવા જ પ્રાગટય લીધું છે તેમ સંકેતથી કહી રહયા છે, આજ સમયે શ્રીગોપાલલાલે મથુરાદાસને નવનીતપિયાનું દર્શન કરાવ્યું.
(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને જાનકી ગોરડિયા (શિહોર) ના ‘જય શ્રી ગોપાલ’ ||
Leave a Reply