Author: admin
-
|| શ્રી ગોપેન્દ્ર સ્તોત્રમ્ ||
|| શ્રી ગોપેન્દ્રપ્રભુ વિજયતે || “શ્રીગોપેન્દ્ર સ્તોત્રમ્” નાં રચયિતા જુનાગઢના રાઘવજી જાની છે, જે પ્રખર વિદ્વાન હતા. જે પોતે વધુ જાણકાર છે તે ભાવથી શ્રીગોપેન્દ્રલાલજી મહારાજ સાથે ચર્ચા કરવા આવેલ. શ્રીગોપેન્દ્રજી એ પોતાનું નિકુંજનાયક લીલાનું દર્શન કરાવી તેમને શરણે લીધા. શ્રીગોપેન્દ્રજી એ તેમને શ્રીહરબાઇબા નો સંગ આપેલ તેથી સ્તોત્ર માં નામાચરણ હરબાઇબા નું છે. જેમ…
-
|| શ્રી ગોપેન્દ્રાષ્ટકમ્ ||
|| શ્રી ગોપેન્દ્રપ્રભુ સદાય બિરાજમાન છે || આઠ કડીના સ્તોત્રને અષ્ટક કહેવાય. સૌરાષ્ટ્ર મંડલે સૌભાગ્યશ્યામા, મહામત્તમંડપે જનસંગમૈચ || તસ્યપાદરેણું કંઠે ચ કણિકા, નિરોપિકાલં નિર્ઘોષનિત્યમ્ ||1.|| શ્રીગોપાલલાલ ના પ્રદેશ ના વર્ણનમાં દુલ્હો આપ અને દુલ્હની સોરઠ એ ભાવ ભગવદ્દ ભક્તો વર્ણવે છે. તે જ ભાવ અહિં બિહારીદાસજી ગોપેન્દ્રાષ્ટકની શરૂઆતમાં વર્ણવે છે. શ્રીગોપેન્દ્રજી શ્યામ છે તો સૌરાષ્ટ્ર…
-
|| શ્રી ગોપાલાષ્ટકમ્ ||
|| શ્રી ગોપાલો જયતે || શ્રીરઘુનાથજી ના પ્રથમ લાલ શ્રીદેવકિનંદન મહારાજ ના તારા નામ ના પરમ કૃપાપાત્ર સેવક હતા જે શ્રીગોપાલલાલ સાથે વાદ કરવા ઇચ્છતા હતા.તેથી દેવકિનંદનજી એ સમજાવ્યુ કે શ્રીગોપાલલાલ સ્વયં શ્રીનાથજી નું સ્વરૂપ છે માટે આપ વાદ માં ધ્યાન રાખશો. શ્રી ગોપાલલાલ પોતાના અંગીકૃત સેવકો સાથે બેઠક માં બિરાજતા હતા, ત્યારે તારાસેવક ત્યાં આવી ઉભા રહ્યા.શ્રીગોપાલલાલ…
-
પ્રભુશ્રી ગોપેન્દ્રલાલના વચનામૃત – 1 (ભાગ – 1)
|| શ્રી ગોપેન્દ્રપ્રભુ સદાય બિરાજમાન છે. || વચનામૃત સાંભળવા અહીંયા ક્લિક કરવા વિનંતી (વ્રજ તથા અખિલ વ્રજનું સ્વરુપ…) સંવત 1711 મા પ્રભુશ્રી ગોપેન્દ્રલાલ સોરઠ પ્રદેશમાં વૈષ્ણવને ઘેર પધાર્યા છે. ત્યાં બીજા વૈષ્ણવો દર્શન કરવા આવ્યા. ત્યારે એક વૈષ્ણવે પુછ્યું : જે રાજ ! અમો વ્રજભુમિમાં યમુના પાન કરવા જઇએ ? ત્યારે શ્રી ગોપેન્દ્રજીએ કહ્યું, ‘ જે સારું પણ એક…
-
|| પ્રભુશ્રીગોપાલલાલજીકે વચનામૃત – 1 ||
|| પ્રભુશ્રીગોપાલલાલજીકે વચનામૃત – 1 || || શ્રી ગોપાલો જયતે || || વચનામૃત- 1લું || એક સમે શ્રીગોપાલલાલજી ઉત્થાપનકે સમય એકાંત બેઠે હે, તબ વૈષ્ણવ સોરઠ કે આયોહે સો બેઠેહે. ઓર શાસ્ત્રકી ચરચા હોય હે. ઓર વૈષ્ણવકે વૃતાંત કહેહે, જો પુષ્ટિમાર્ગમેં કેસેં વૈષ્ણવ ભયેહે, જાકું શ્રીમહાપ્રભુજીકી કાનસો શ્રીજી સાનુભાવહે, ધન્ય જાકો દેહહે, જો સાક્ષાત શ્રીગોપીજનકો ભાવ પાયોહે, તેસી સૂનકે સબકે…
-
|| ગરબો ||
|| શ્રી ગોપાલો જયતે || નવરાત્રિ પુષ્ટિમાર્ગમાં નવવિલાસથી ઓળખાય છે. મર્યાદામાર્ગમાં શક્તિની આરાધના થાય છે જ્યારે પુષ્ટિજીવોને સાક્ષાત રાસની પ્રાપ્તિ સિવાય અન્ય ઇચ્છા નથી માટે આ પદમાં તે ભાવનુંજ નિરૂપણ કરેલ છે. આ ગરબો જે શબ્દ દ્વારા વ્યક્ત થયો છે તે પહેલા કોઇ પદ હતા નહિ માટે હરબાઇબાની ઇચ્છાથી હરિદાસ ગઢવી એ ગરબો ગાયો છે. ગરબો કેણે ને…
-
|| વિજયાદશમીના પદ ||
|| શ્રી ગોપાલો જયતે || પ્રભુ શ્રીગોપાલલાલની સૃષ્ટિમાં ઠાકોરજીના જન્મોત્સવ પછી વિવિધ ઉત્સવો મનાવવામાં આવે છે. જેમાં નવવિલાસ પછી આવતો ઉત્સવ એટલે વિજયાદશમી. બડો પરબ વિજયા દશમીકો, આનંદે બ્રજબાસી || શ્રીગોપાલ ગૃહે આયે સર્વે મિલી, શ્રીગોપેન્દ્ર સુખરાશિ. ||1|| સુંદર અશ્વ સિંગાર કરાયે, કુમકુમ થાપકીનો || ભયે અસ્વાર પિયા ચલે ખેલાવન, નિજજન સુખ દીનો. ||2|| શીશજવારા કલગી સોહે,…
-
|| પવિત્રા પહેરે શ્રીરઘુબરનંદ ||
|| શ્રી ગોપાલો જયતે || પુષ્ટિમાર્ગનો સ્થાપના દિવસ એટલે પવિત્રા અગ્યારસ. શ્રીવલ્લભાચાર્યજીને ચિંતા થઇ કે લીલાના દૈવીજીવોને નિર્દોષ શ્રીઠાકોરજી સાથે સંબંધ કેમ કરાવવો ? તેના નિવારણ માટે સ્વયં શ્રીઠાકોરજીએ નિવેદનમંત્ર આપેલ. શ્રીવલ્લભાચાર્યજીએ શ્રીઠાકોરજીને મિસરી અને પવિત્રા આ સમયે અંગીકાર કરાવેલ. રાગ : સારંગ પવિત્રા પહેરે શ્રીરઘુબરનંદ || દશોદિશ જગ્ત ઉધ્યોત કીયો હે, ત્રિભુવન ભયો હે આનંદ.||1|| શ્રીરઘુનાથજીના…
-
|| ઝુલન કે દિન આહે ||
|| શ્રી ગોપાલો જયતે || હિંડોરનાહો, ઝુલન કે દિન આહે || હિંડોરનાહો રત બરખા ભલીભાયે|| હિંડોરનાહો ગરજીત ગગન સુહાઇ.||1|| ગગન ગરજીત બીજ તરપીત, મેઘ મંડિત અતિ જરે || પિયુ પિયુ રટત બપૈયારી, તાંહા ભુમિ નવપલ્લવ હવી.||2|| બોલે હંસ દાદુર મોર મંગલ, નદી સરોવર જલ ભરે || ગુણનિધ ગોપાલ હિંડોરે ઝુલે, સત્યભામા સંગ મલી.||3|| (“કિર્તનકુંજ” માંથી) || ‘ઝુલન કે…
-
|| નેનનમેં જો ઝૂલાવું ||
|| શ્રી ગોપાલો જ્યતે || રાગ : મલાર નિષ્કંચન વૈષ્ણવોનો જે પ્રિયતમને હિંડોળે ઝૂલાવવાનો મનમનોરથ છે તે ભાવને વ્યક્ત કરતું આ સુંદર પદ છે. નેનનમેં જો ઝૂલાવું શ્રીજમુનાજી || આનંદ મોદ બિનોદ બિબધસું, ચિતવની દોરી ચલાવું.||1|| હે શ્રીજમુનેશ પ્રભુ ! હું આપને મારા નેત્રોમાં હિંડોળો રચી તેમાં ઝૂલાવું. મારા ચિત્તની દોરીથી અતિ આનંદપૂર્વક આપને હિંડોળે ઝૂલાવું. ક્ષનું ક્ષનું…