|| શ્રી ગોપાલો જયતે ||
પરથમ ગ્રંથનો આરંભ માંડ્યો, તે નામ પુષ્ટિ સંહિતા ધરાવીયું. ગ્રંથનો આરંભ માંડતા પેલા, મંગલાચરણ મનુહાર વિનંતી કરીને કીધું, તે લખ્યું છે.
અખીલ રાસરમણ વિહારી એવા શ્રીગોપાલનંદ, શ્રીગોપેન્દ્રજી મહાપ્રભુજી, તા સુતા સુતરૂપ શ્રીજમુનેશ મહાપ્રભુજી, તેના જે સેવક, નિજ અંગીકૃત, નિકટવર્તી, પતિવ્રત પણધારી, અનીન અટંકા, અલબેલા પુષ્ટિ પણધારી ખષ્ટિ, દશમી, ચતુરાદશીના વરેલા, એવા ગુણવંત, વાલાજીના વાલા, શ્રીયમુના જુથ સહચરીઓ, શ્રીઠકરાણી ઘાટનાં જુગો જુગનાં સંબંધી, પુષ્ટિજનો, તાદર્શીજનો, કૃપાપાત્ર ભગવદીજનોને દંડવત ને પાણી પત જોડી, ચરણ કમલે શિષ નામી પરથમ ગ્રંથનો આરંભ ‘પુષ્ટિ સંહિતા’ નામ ધરાવીને માંડ્યો છે.
તે તમ ભગવદીને અર્થે સેવકજનને કાજે માંડ્યો છે. તેમાં સંદેહ રાખશોમાં, જે શ્રીગોપાલજી, શ્રીગોપેન્દ્રજી, શ્રીજમુનેશજીના સેવકજનોને કામનો છે. બીજા જીવને આમાં ગમ પડે તેમ નથી. તે શ્રીગોપાલજી ના ઘરનાં પાકા ચાર ભગવદી મળીને વાંચજો તો સદા રૂડું થશે. તે અમે અનુભવ કરીને શુદ્ધ વાણી વિચારીને શ્રીગોપેન્દ્રજીની ઈચ્છાથી તથા આજ્ઞાથી લખ્યું છે. તેનો પ્રસંગ લખ્યો છે.
( ‘ શ્રી પુષ્ટિ સંહિતા ગ્રંથ ‘ માંથી)
|| સર્વે ભગવદી વૈષ્ણવોને ‘ જય ગોપાલ ‘ ||