|| અલબેલી સેવક સૃષ્ટિનો પરિચય ||

4
210

|| શ્રી ગોપાલો જયતે ||

રાગ : સારંગ

જે વસુદેવ ગૃહે પ્રગટ ભયે, સોઈ ગોપાલ રઘુબર ગૃહે આયે;
બચન પ્રમાન પુરાતનકે હિત, પ્રગટે દ્વિજવર દેહ ધરાયે.||૧||
જે બ્રજબાસી હુતે સબ બ્રજમે, સોઈ પ્રગટે સબ સોરઠ માંયે;
તીનકે મનોરથ પુરનકુ પ્રભુ, દ્વારામતી કે મિષ આયે.||૨||
ગૃહે ગૃહે પ્રતિ પાઓધારે સબકે, નામ નિવેદન સબહી દેવાયે;
ભાગ્ય ફ્લે સબહિ ભક્તનકે, સજા ભોગ સિંગાર કરાયે.||૩||
એહી લીલા અગનીત ગુન સાગર, કો કવી કહી શકે જુ બનાયે;
‘રામદાસ’ પ્રભુ ગિરધર પ્રગટે, દ્રઢ કરી ભક્તિ દીની બઢાએ.||૪||

પૂર્વે આપેલ વચન દ્વારા, વ્રજના જીવો કળિયુગમાં જે તે ગામમાં સોરઠના પ્રદેશમાં જે તે જાતિ વર્ણમાં નર નારીના સ્વરૂપે મનુષ્ય યોનિમાં અવતર્યા હતા. તે સર્વ જીવોની સંભાળ કરવા બિરદધારીએ પોતાનું બિરદ ધારણ કરી, શ્રીમદ્ ગોકુળમાં શ્રીવલ્લભકુલમાં પોતાની ઇચ્છાનુસાર શ્રીરઘુનાથજીના ગૃહે પ્રાગટ્ય કીધું અને નામ શ્રીગોપાલ ધરાવ્યું. બાર વર્ષની વયે, પોતાના પિતાશ્રી રઘુનાથજી સાથે દ્વારકા જવાની મિષે પ્રદેશમાં સાથે પધાર્યા અને પોતાના જીવોની સંભાળ કરી તેમના મન મનોરથ પૂર્ણ કરવા વિચાર્યું અને પોતાના નામનો મંત્ર આપી શરણદાન આપ્યું. માલા તિલકનું વૈષ્ણવી બાનું આપી, પુષ્ટિ સંપ્રદાયની પ્રેમલક્ષણા ભક્તિના ઓથારે સર્વેને એકત્ર કર્યા. એક સેવક સમાજના રૂપને ધારણ કરી રહ્યું. તેમાં સ્નેહભાવ, શ્રદ્ધા, પ્રેમ, વિશ્વાસના અપ્રતિમ ભાવથી એક પુષ્ટિ સિદ્ધાંતના સૂત્રમાં મણકાના રૂપમાં પરોવાઈ રહ્યા.

પ્રભુ શ્રીગોપાલલાલે આ રીતે પોતાના સંપ્રદાયમાં પોતાના બીરદવાળા સેવક સમાજનું સુંદર સંગઠન કર્યું. તેઓ અનન્ય પતિવૃત પણધારી, એક સ્વરૂપના ભરવાળા, અસમર્પિત ત્યાગના સિદ્ધાંતને વરેલા, સમર્પણભાવથી સેવા સ્મરણ, મેંડ મર્યાદાના પાલન સાથે કરવા લાગ્યા. પોતાના પ્રભુજીના ભજનાનંદનો આનંદ ભગવદયશ ગુણગાન સાથે ગુષ્ટ વારતા દ્વારા માણતા હતા. પરસ્પર સ્નેહનાં સંબંધથી સદા સંકળાયેલા હતા. નિસ્વાર્થ ભાવથી એકબીજાની સેવા ટેલ કરી, પોતાના પ્રભુજીની આજ્ઞામાં તત્પર રહેતા હતા. કદાપિ અન્યથા ભાવ ઉત્પન્ન થતો નહિ. એવી અલબેલી સૃષ્ટિની રચના પ્રભુ શ્રીગોપાલલાલજીએ સંવત ૧૬૪૯ની સાલમાં કરી. તેમાં ઘણાં વિદ્વાન પંડિતો, જ્ઞાની, મહાન તત્વવેત્તાઓ પણ શરણદાન પામી પુષ્ટિ પ્રેમલક્ષણા ભક્તિમાં જોડાયા હતાં. અને તેમણે ઘણા ગદ્ય,પદ્ય, સાહિત્યનું સર્જન કરી સમાજને એક સંગઠિત રહેવા આદેશ આપી ગયા છે. તેમાં ડોસાભાઈ, પાંચાભાઈ તથા જીવનદાસનો ત્રીવેણી સંગમ, તેમણે આ સંપ્રદાયમાં ઘણુંજ ઉપયોગી સાહિત્ય પીરસ્યું છે. તેના વાંચન મનન દ્વારા આજે વૈષ્ણવસમાજ સંગઠનનાં રૂપમાં થઈ રહ્યો છે, જે સંગઠન પૂર્વ વચનાનુસાર થયેલું છે. આ સંગઠનના જીવો ” શ્રી ઠકરાણી ઘાટના જુગોજુગનાં સંબંધી ” તરીકે ઓળખાય છે.

(‘શ્રી પુષ્ટિસંહિતા ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદી વૈષ્ણવોને ‘જય ગોપાલ’ ||

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here