|| શ્રી ગોપાલો જયતે ||
|| શ્રી ગોપેન્દ્રપ્રભુ સદાય બિરાજમાન છે ||
|| શ્રી જમુનેશપ્રભુ સત્ય છે ||
|| શ્રી લાલવડરાયજી મહારાજ ની કૃપા હજો ||
|| શ્રી યમુના મહારાણીજી ની કૃપા હજો ||
પ્રભુ શ્રી ગોપાલલાલે સં.1692 માં ઉખરલા માં પોતાની સૃષ્ટિ પોતાના નામ થી ન્યારી કરી વૈષ્ણવો ને નિર્ભય કર્યા.શ્રી ગોપાલલાલે સમગ્ર ભારતખંડ માં અનેક પ્રદેશ કરી અનેક લોકો ને સેવન સોંપ્યુ.સં.1712 ના કારતક સુદ 14 ના રોજ પ્રભુશ્રી ગીરીરાજજી ની સઘન કંદરા માં સ્વદેહે નિત્યલીલા માં પધાર્યા બાદ શ્રી ગોપેન્દ્રલાલજી મહારાજ આ સૃષ્ટિ ના ગાદીપતિ થયા.આપશ્રી એ પણ અનેક પ્રદેશ કરી વૈષ્ણવો ને સેવન સોંપ્યુ. આપ શ્રી સં.1732 આસો સુદ 10 ના રોજ ડુંગરપુર ના રાજમહેલ ના બાગ માં સ્વદેહે નિત્યલીલા માં પધાર્યા. ત્યારબાદ શ્રીગોપેન્દ્રસુતા શ્રી યમુના બેટીજી(જમુનેશ મહાપ્રભુ) આ સૃષ્ટિ ના ગાદીપતિ થયા.શ્રી જમુનેશ મહાપ્રભુજી એ અનેકવીધ લીલાઓ કરી વૈષ્ણવો ને શ્રી ગોપાલલાલ અને શ્રી ગોપેન્દ્રલાલ સ્વરૂપે દર્શન આપી વૈષ્ણવો ને માત્ર જય ગોપાલ બોલવા ની આજ્ઞા કરી.(પહેલા ગોપાલલાલ ના સેવકો એકબીજા ને મળતા ત્યારે જય ગોપાલ અને ગોપેન્દ્રલાલ ના સેવકો એકબીજા ને જય ગોપેન્દ્ર કહેતા) આપશ્રી સં.1787 ફાગણ સુદ 6 ના રોજ શ્રીનાથદ્વારા માં સ્વદેહે નિત્યલીલા માં પધાર્યા.પ્રભુશ્રી ના નિત્યલીલા પ્રવેશ બાદ કોઇ ગાદીપતિ ના રહેતા સમગ્ર સંચાલન પ્રભુશ્રી ના અધિકારીઓ ને સોંપવા માં આવ્યુ.ત્યાર થી સમગ્ર સંચાલન માત્ર ટ્રસ્ટ દ્વારા જ થાય છે.પૃષ્ટિમાર્ગ માં માત્ર આપશ્રી ની જ સૃષ્ટિ એવી છે કે જેના કોઇ ગુરૂ કે કોઇ ગાદીપતિ ભૂતલ પર સદેહે બિરાજમાન નથી.માત્ર ભગવદીઓ ના સંગ થી ત્થા પોથીજી થકી જ આ માર્ગ નું રહસ્ય સમજી શકાય છે.પ્રભુ નુ સ્વરૂપ સમજી શકાય છે.માટે આ માર્ગ માં વૈષ્ણવો નો આશ્રય દ્રઢ બને અને પ્રભુ ની લીલા માં સ્નેહ ઉપજે એ હેતુ થી ભાંભણ ના પ.ભ.વલ્લભભાઈ ઈટાળીયા ની આજ્ઞા થી આ બ્લોગ ની શરૂઆત કરવા માં આવી છે. જો કોઇ ક્ષતિ રહેવા પામે તો આપનો જ સેવક સમજી ક્ષમા કરજો.
{dedicated to my dearest ba(ગો.વા.હસુમતીબેન ભુપતભાઇ ગાદોયા) ….}
-આપનો દાસ, હાર્દિક ગાદોયા.