|| શ્રી ગોપાલો જયતે ||
વૈષ્ણવ જનને કરૂં પ્રણામ, જેમ ગાઉં ગુણ શ્રી ગોકુલ ગામ |
સર્વે ભગવદી કેરો હું દાસ, આપો અક્ષર તો કરૂ અભ્યાસ. ||
શ્રી ગોપેન્દ્રલાલ ના કૃપાપાત્ર વૈષ્ણવ પ.ભ. દેવશીદાસજી કહે છે, આ જગત માં ત્રણ કુળ શ્રેષ્ઠ છે.1.શ્રી રઘુકુળ, 2.શ્રી યદુકુળ અને 3.શ્રી વલ્લભકુળ. પ્રથમ બંને કુળ માં શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુૃૃષોતમ સ્વરૂપે અને શ્રી કૃષ્ણચંદ્રજી પુર્ણ પુરુૃૃષોતમ સ્વરૂપે પ્રગટ્યા.જ્યારે શ્રી વલ્લભ કુળ માં શ્રી વલ્લભ,શ્રી વીઠ્ઠલ અને સાત બાળકો સાત અંશ રૂપે પ્રગટ્યા. જેમાં શ્રી ગુંસાઈજી ના પંચમ લાલ શ્રી રઘુનાથજી ના ગૃહે શ્રી ગોપાલલાલ સાક્ષાત બ્રહ્મ,આનંદકંદ સ્વરૂપે ભૂમિ પર ધર્મ સ્થાપીત કરવા પ્રગટ્યા.
દ્વાપર માં જે નંદનંદન રૂપે પ્રગટી,વ્રજ માં અનેક લીલા કરી,જેણે ગોવર્ધન પર્વત કર પર ધર્યો તે જ સ્વરૂપ શ્રી રઘુનાથજી ના ગૃહે સાક્ષાત શ્રીનાથજી ના મહાવાયક ” હમ તાકે ઘર ખેલેંગે ” અનુસાર શ્રી ગોપાલલાલ સ્વરૂપે પધાર્યા છે.
શ્રી ગોપાલલાલે સં.1692 માં ઉખરલા માં પોતાની સૃષ્ટિ પોતાના નામ થી ન્યારી કરી. ધ્રાંઠ ની ઉત્પતિ,મહિમા,સૃષ્ટિ ના મંડાણ થી ગૌલોકધામ માં અમૃતકુંભ થી વર્ણન કર્યુ છે. જેમ બ્રાહ્મણો યજ્ઞોપવિત થી દ્વીજ થાય છે તેમ વૈષ્ણવો આ ત્રણસરી માળા થી થાય છે. હ્રદય માં હંમેશા આ માળા ધારણ કરવા નો ભાવ પોતાનુ અને મારાપણા નો ત્યાગ કરી સર્વસ્વ શ્રી ગોપાલલાલ ના શરણ માં સમર્પીત કરવા નો છે.
શ્રી ગોપાલલાલે એવી અલબેલી સૃષ્ટિ રચી કે જંયા નિંદા,સંક્ટ ત્થા ભય ને કોઇ સ્થાન જ નથી.તિલંગાકુળ માં અલૌકિક, લીલાત્મક,પુર્ણ પુરુષોતમ શ્રીનાથજી ના સ્વરૂપે શ્રી ગોપાલલાલ પ્રગટ્યા છે.માટે દરેક જીવે શ્રી ગોપાલલાલ ના શરણે જવુ જોઈએ.
પૃષ્ટિમાર્ગ માં ભગવદ કૃપા વિના પ્રભુ નું સ્વરૂપ સમજાતુ નથી અને ભગવદી ના સંગ વીના ભગવદ કૃપા શક્ય નથી માટે જ પ્રભુ ના સ્વરૂપ ને સમજવા ભગવદી નો સંગ અતિઅનિવાર્ય છે. આવા જ ભગવદી પ.ભ. વલ્લભભાઇ ઇટાળીયા ના સંગ થી પ્રભુ ના સ્વરૂપ નો જે કાંઇ થોડો ઘણો ખ્યાલ આવ્યો તે અહિંયા શબ્દ સ્વરૂપે રજુ કર્યો. જો કાંઈ ભુલ રહી હોય તો આપનો જ સેવક સમજી ક્ષમા કરવા વિનંતી. ……..
– આપનો દાસ હાર્દિક ગાદોયા.