સંવત: ૧૭૧૯
સ્થળ : લાખાહાટિયા
માર્ગની શિક્ષા.
લાખાહાટિએ ખોરાસે પધાર્યા. ચાર દિવસ બિરાજ્યા આપશ્રીને વિનંતી કરતા આપશ્રીએ વૈષ્ણવોને શિક્ષા માર્ગની સંભળાવી. શ્રીજીએ શ્રીમુખથી વૈષ્ણવ પ્રતિ કહ્યું.
(૧) વૈષ્ણવ જે થયો તેણે સર્વ વાતની ચિંતાનો ત્યાગ કરવો. જો પોતાના પ્રભુ સર્વ સમર્થ છે એમ જાણવું.
(૨) અને સેવકે કોઈ દિવસ અન્ય આશ્રય ન કરવો. અને નામસ્મરણ નિત્ય કરવું. શરણનો આશ્રય છોડવો નહિ.
(૩) કોઈ અન્ય માર્ગની કથાવાર્તા સાંભળવી નહિ. તેનાથી ચિત્ત ભ્રમિત થઈ જાય. પોતાના માર્ગના તાદરી ભગવદીનો સંગ કરવો.
(૪) અને અસમર્પિત, અને અન્ય સમર્પિત વસ્તુનો ભોગ, કોઈ બીજા ઠેકાણેનો ભોગ (પ્રસાદ) ખાવો નહિ. તેનાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય.
(૫) મહાપ્રસાદનું બહુમાન રાખવું. જયાં ત્યાં ધરવો નહિ. ભૂમિ શુદ્ધિ કરીને પોતાના કરીને ધરવો (રાખવો). મહાપ્રસાદ છોવાય તેમ ન કરવું. જેવી તેવી વ્યક્તિના હાથનો સ્પર્શ ન કરવા દેવો. જો મહાપ્રસાદ છોવાય નહિ, એવી રીતે રાખવો. સર્વ પ્રથમ પ્રસાદ તાદરશી ભગવદીને લેવરાવવો. તેથી મહાપ્રસાદ થાય છે. એવી રીત ભાત અમારા ઘરની અને માર્ગની પાળવી. તેથી શ્રીજી પ્રસન્ન થાય છે.
આ સાંભળી વૈષ્ણવોએ કહ્યું. ધન્ય રાજ ! આપની શિક્ષા આપની કૃપાથી હૃદયારૂઢ થાય;એવી કૃપાનું દાન આપ કરો છો. મહારાજ રાજ ? જીવનું શું ગજું?
|| ઈતિશ્રી ગોપેન્દ્રજીનું ૨૨મું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જાનકી બેન ગોરડિયા(શિહોર) ના જય ગોપાલ ||