સંવત : ૧૭૨૯ સ્થળ : ડુંગરપુર
અનન્ય ભક્તિથી પ્રભુની સુલભ પ્રાપ્તી.
એક સમયે શ્રીગોપેન્દ્રપ્રભુજીની ડુંગરપુરમાં રાઓલજીને મહેલે પધરામણી કરેલ છે. તે વેળા સોરઠથી પધારેલા વૈષ્ણવો સો મંડલી સાથે છે. શ્રીજીને ભેટ આરતી કરી સર્વે મંડલી જશવંત રાઓલ સાથે બેઠા છે. તે વેળા હળવદના વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યા, જે જે કૃપાનાથ ! અનન્ય ચિંતનનું ફળ શું ? તે સમજાવવા કૃપા કરો.
તવારે શ્રીજીએ કહ્યું. “જે અનન્ય ભાવસે ભગવાનકા ચિંતન કરનેવાલા પ્રેમી ભક્ત જબ ભગવાનકે વિયોગકો નહિં સહસકતા તબ ભગવાનકો ભી ઇસકા વિયોગ અસહ્ય હો જાતા હે ઔર ભગવાન સ્વયં ઇસસે મિલનેકી ઇચ્છા કરતે હે. ઇસી હેતુસે એસે ભક્તકે લિયે ભગવાનને અપનેકો સુલભ બનાતે હુએ ગીતામે અધ્યાય ૮ શ્લોક ૧૪ મે કહા હે.
।॥ અનન્યચેતાઃ સતતં યો માંસ્મરતિ નિત્યશઃ તસ્યાહં સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ |
જો પુરુષ મજમેં અનન્ય ચિત્ત હોકર સદાહી નિરંતર મુજ પુરુષોત્તમકો સમરણ કરતા હે. ઇસ નિત્ય નિરંતર મુજમે યુક્ત હોવે કે લીયે મેં સુલભ હું.”
આ પ્રમાણે આપશ્રીએ અનન્ય ભક્તિનું ફલ સમજાવી મેંહદ કૃપા કરી છે. આથી જીવે વિચારવાનું છે. પ્રભુમાં અનન્ય દઢ આશ્રય રાખી પ્રભુમાં ચિત્ત જોડવું, ત્યારે જીવને અવશ્ય પ્રભુ આપના ચરણકમલમાં સ્થિર કરીને સ્થાપે છે.
|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ૩૯મું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જસ્મિનબેન સોલંકી (જામનગર) ના જય ગોપાલ ||
Leave a Reply